અભિનેત્રી બિપાશા બસુ અને અભિનેતા કરણસિંહ ગ્રોવર ૩૦મી એપ્રિલે રાત્રે બંગાળી લગ્નવિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમનો લગ્ન સમારંભ દક્ષિણ મુંબઈની એક હોટલમાં યોજાયો હતો. લગ્નમાં માત્ર કુટુંબીજનો અને નજીકના મિત્રોની જ હાજરી હતી. જોકે સૌના આશ્ચર્ય વચ્ચે બિપાશા - કરણના લગ્નમાં બિપાશાનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ડીનો મારિયા પણ હાજર હતો. ડીનો ઉપરાંત પ્રસંગે બોલિવૂડની વિવિધ હસ્તીઓએ જોડીને શુભેચ્છા પાઠવવા માટે
હાજરી આપી હતી. જેમાં બચ્ચન પરિવાર, તબૂ, માન્યતા-સંજય દત્ત અને સલમાન જેવા વિવિધ સિતારાઓ હતા.
૩૭ વર્ષીય બિપાશાએ લગ્નમાં પંરપરાગત બંગાળી નવવધૂની લાલ અને સફેદ સાડીને બદલે લાલ લહેંગા ચોલી પહેર્યાં હતાં અને હાથમાં સફેદ ચૂડો પહેર્યો હતો. કરણસિંહે સફેદ શેરવાની પહેરી હતી. કરણસિંહ સેગ-વે પર સવાર થઇને લગ્નસ્થળે આવ્યો હતો. બિપાશા - કરણના લગ્નના ફંક્શન્સ ૨૮મી એપ્રિલથી શરૂ થયા હતા. આ યુગલના લગ્ન પ્રસંગે હલ્દીવિધિ, મહેંદી અને સંગીત સમારંભ યોજાયા હતા
સંગીત સંધ્યામાં બિપાશા-કરણનો ડાન્સ
બિપાશા અને કરણસિંહની મહેંદી અને સંગીતના ફંક્શન મુંબઈના વિલા-૬૯માં હતા. જેમાં શિલ્પા શેટ્ટીના પરિવાર સહિત અન્ય મિત્રોએ હાજરી આપી હતી. બિપાશા અને કરણે સંગીતમાં મન મૂકીને ડાન્સ કર્યો હતો.