બિહારમાં પૂર અને અતિવૃષ્ટિએ આ વર્ષે આતંક મચાવ્યો છે જેની સામે સરકાર પૂર પીડિતોની રાહત માટે કાર્યરત રહી છે. આ પૂરપીડિતો માટેના રાહતફંડમાં દાન માટે હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને રૂ. ૫૧ લાખનો ચેક બિહારના પૂર પીડિતો માટે પહોંચતો કર્યો છે. અમિતાભ બચ્ચને બિહાર સરકારને રૂ. ૫૧ લાખની રકમ ચેક વડે પહોંચાડી હતી. આ ચેક ૯મી ઓક્ટોબરે બિહારના ઉપમુખ્ય પ્રધાન સુશીલ મોદીને પટનામાં પહોંચાડાયો હતો. ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે ભારે વરસાદ અને પૂરના પગલે આશરે ૧૦૦ જેટલા લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો બેઘર થયા છે.