બ્રિટિશ ક્વીન રાણી એલિઝાબેથ સૌથી લાંબુ શાસન કરનારાં શાસક બન્યાં એ જ દિવસે તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સે બોલિવૂડમાં બેડમેન તરીકે જાણીતા ગુલશન ગ્રોવરને મહેમાન બનાવ્યા હતા. પ્રિન્સ ચાર્સ્લે બ્રિટિશ એશિયન ટ્રસ્ટના પ્રેસિડન્ટ હોવાના નાતે ગુલશન ગ્રોવરને પોતાના સ્કોટલેન્ડ ખાતેના વિશાળ ડપ્ફીસ હાઉસ ખાતે ડિનરનું નિમંત્રણ આપ્યું હતું. આ પ્રિન્સલી પેલેસ જોઈને આભા બનેલા ગુલશને તો પ્રિન્સને કહ્યું કે, આ ભવ્ય પેલેસમાં તો ફિલ્મનું શૂટિંગ થઈ શકે. તો બીજી તરફ ચાર્લ્સે પણ જવાબ આપ્યો કે, તો શૂટિંગ કરોને, અમે ક્યાં ના કહીએ છીએ. સામાન્ય રીતે બ્રિટિશ રાજવી પરિવાર પોતાના પેલેસમાં ફિલ્મોના શૂટિંગ માટે ઉપયોગ થવા દેતા નથી. આમ, હવે થોડા સમયમાં ગુલશન ગ્રોવર પોતાની નવી એક ફિલ્મ માટે ડાન્સ-સીક્વન્સનું અહીં શૂટિંગ કરવા આવશે.