યશરાજ ફિલ્મ્સ નિર્મિત એક્શન મૂવિ ‘વોર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટેડ અને અબ્બાસ ટાયરવાલા લેખિત આ ફિલ્મમાં ઋતિક રોશન અને ટાયગર શ્રેફ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મે રિલીઝ થયાના અઠવાડિયામાં જ દેશ વિદેશમાં રૂ. ૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે. ‘વોર’ દુનિયારભરમાં ૫૩૫૦ સ્ક્રીન્સ ઉપર રિલિઝ થઈ હતી. જેમાં ભારતનાં ૪૦૦૦ અને વિદેશનાં ૧૩૫૦ સ્ક્રીન સામેલ છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં ઈતિહાસ રચ્યો છે. પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મે એડવાન્સ બુકિંગથી રૂ. ૩૦ કરોડથી વધારેની કમાણી કરી હતી. આ ફિલ્મની રિલીઝ થઈ એ દિવસની કમાણી રૂ. ૫૩ કરોડથી વધુની નોંધાઈ હતી.
‘વોર’ બીજી ઓક્ટોબરના રોજ દેશવિદેશમાં રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા સિદ્ધાર્થ આનંદ અને આદિત્ય ચોપરાએ લખી છે. ફિલ્મમાં એક્શન, સસ્પેન્સ અને જબરદસ્ત થ્રિલર છે. યશરાજ ફિલ્મ્સ હંમેશા તેની ફિલ્મોમાં લોકેશન માટે વખણાય છે. આ ફિલ્મમાં પણ કેટલાય શહેરોની ઝાંખી જોવા મળે છે.
આ ફિલ્મમાં ઋતિક રોશન અને ટાયગર શ્રોફ બંનેનો અભિનય વખણાયો છે. ‘વોર’માં ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ જબરદસ્ત એક્શન સીન્સ કરતા જોવા મળે છે.
ફાઈટ સીન્સની વાત કરીએ તો બંને એકબીજાને ટક્કર આપે છે. આ ફિલ્મનું મ્યુઝિક વિશાલ શેખરે આપ્યું છે. ‘વોર’માં કુલ બે ગીતો છે. આ ગીતોમાંથી એકમાં ટાઈગર શ્રોફ અને ઋતિક રોશન સાથે ડાન્સ કરતાં જોવા મળે છે.