અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ગાઢ સંબંધોની ચોમેર ચર્ચા થઈ રહી છે. તેવામાં નવ્યાએ હાલ સિદ્ધાંતને સોશયલ મીડિયા પર તેની આવનારી ફિલ્મ માટે શુભેચ્છા આપી છે. જ્યારે વળતા જવાબમાં સિદ્ધાંતે પણ હાર્ટનું ઇમોજી મુકીને તેના મેસેજને સ્વીકાર્યો હતો. આ યુગલનું સોશિયલ મીડિયા પર રોમાન્ટિક ચેટિંગ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. ‘કહાં ખો ગયે હમ’ ફિલ્મમાં નવ્યાનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યાની ખાસ બહેનપણી અનન્યા પાંડે કામ કરી રહ્યા છે. નવ્યાએ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. સાથે સાથે તેણે લખ્યું હતું કે, ‘ગુડલક ડેબ્યુ ડાયરેકટર અર્જુન વરિયન સિદ્, તેમજ ગેન્ગ - સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ગૌરવ આદર્શ.’ સિદ્ધાંતે આ સ્ટોરીને રિપોસ્ટ કરીને સાથે હાર્ટનું ઇમોજી મૂક્યું હતું. નવ્યા અને સિદ્ધાંત અનેક પ્રસંગો અને પાર્ટીઓમાં જાહેરમાં દેખાય છે. બંને મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતાં હોય છે. એકસરખા ફોટો તથા પોસ્ટ કરતાં હોય છે. બંનેનો પ્રેમસંબંધ જગજાહેર છે, જોકે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ મુદ્દે કોઈ જાહેર એકરાર કર્યો નથી.