સંસદમાં તાજેતરમાં રજૂ કરવામાં આવેલા કેગ (કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર ટેક્સ ચોરીનો આરોપ છે. કેગના આ અહેવાલમાં રણબીર કપૂર ઉપરાંત સોહેલ ખાન પ્રોડકશન્સ, સલમાન ખાન વેન્ચર્સ, અરબાઝ ખાન પ્રોડક્શન્સ, શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની સાથે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનનું નામ પણ સામેલ છે. અહેવાલમાં રણબીર કપૂરને ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના શૂટિંગમાં એક વિદેશી કંપનીએ રૂ. ૬.૭૫ કરોડ આપ્યાનો દાવો કરાયો છે અને નોંધાયું છે કે રણબીરે તે રૂપિયાને એક્સપોર્ટ મની બતાવીને રૂ. ૮૩.૪૪ લાખનો સર્વિસ ટેક્સ બચાવ્યો છે. ટેક્સ બચાવવા તેણે ખોટી રીત અપનાવી હતી.