બોલિવૂડના બે દિગ્ગજોને પદ્મ એવોર્ડ

Thursday 09th April 2015 08:04 EDT
 
 

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે ૮ એપ્રિલે યોજાયેલા એક સમારંભમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવનું તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે પદ્મ એવોર્ડસથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અમિતાભ બચ્ચનને પદ્મવિભૂષણ એનાયત થયો હતો. આ પ્રસંગે તેમનાં પત્ની અને સાંસદ જયા બચ્ચન, પુત્ર અભિષેક બચ્ચન અને પૂત્રવધૂ એશ્વર્યા બચ્ચન, પુત્રી શ્વેતા અને જમાઈ નિખિલ તેમ જ તેમનાં સંતાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંગીતકાર રવીન્દ્ર જૈનને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. સમારંભમાં અમિતાભ બચ્ચનને એવોર્ડ એનાયત કરાયો ત્યારે સૌથી વધુ ઊંચા અવાજે તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠ્યો હતો તેમ જ સૌથી લાંબા સમય સુધી તાળીઓ સાંભળવા મળી હતી. અભિનય સમ્રાટ દિલીપ કુમારને પણ પદ્મભૂષણ એવોર્ડ જાહેર થયો હતો પરંતુ કદાચ તેઓ તેમની નાદુરસ્ત તબિયતને કારણે આ સન્માન સ્વીકારવા હાજર રહી શક્યા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter