કરણ જોહરે લેટેસ્ટ પોસ્ટમાં બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે. કરણ જોહર છેલ્લા કેટલાક સમયથી એક પછી એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી રહ્યો છે. હવે તેની લેટેસ્ટ પોસ્ટમાં તેણે બોલિવૂડમાં ટ્રેન્ડ ફોલો કરનાર પર નિશાન સાધ્યું છે. કરણે લખ્યું છે કે બોલિવૂડમાં ઓરિજિનલ કન્ટેન્ટની હજુ પણ ખામી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતાં લખ્યું છેઃ ‘બડા સ્કેલ ચાહિયે તો વો બનાઓ, એક્શન ચલી તો એક્શન બનાઓ, લવ સ્ટોરી ચલી તો લવ સ્ટોરી બનાઓ, ચિક-લિક હિટ થઈ તો વહાં જાઓ, મોસમ હર હપતે બદલતા હૈ, કન્વિક્શન હર હપતે મરતા હૈ, બોક્સ ઓફિસ ક્યા હૈ ભૈયા, ઈન્સ્ટાગ્રામ રીલ નહીં, 30 સેકન્ડની ટ્રેડિંગ મેં રહ જાઓગે વહી કે વહી.” જોકે, આ પહેલીવાર નથી જ્યારે કરણે આવી પોસ્ટ શેર કરી હોય. ડિરેક્ટરે આગલા સપ્તાહે પણ આવી જ ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે કોઈનું નામ લીધા વગર બોટોક્સ અને ફિલર્સ જેવી કોસ્મેટિક પ્રોસેસનો ઉલ્લેખ કર્યો હતો. વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે ડિરેક્ટર તરીકે કમબેક કર્યું હતું. રણવીરસિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર આ ફિલ્મે 355 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે વર્ષની સૌથી વધુ કમાણી કરનાર સાતમી ફિલ્મ હતી.