બોલિવૂડમાં પ્રકાશના પર્વની ઉજવણી

Tuesday 21st November 2023 16:37 EST
 
 

કરીના કપૂર ખાને દિવાળી નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રણબીર, આલિયા, નીતુસિંહ, કરિશ્મા કપૂર, રણધીર-બબીતા કપૂર સહિત પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. સૈફ અલી ખાનના સંતાનો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન, બહેન સોહા અલી ખાન અને કુણાલ ખેમુએ દિવાળીની ઉજવણી કરી હતી. આ સાથે અનેક સેલિબ્રિટીઝ પણ હાજર રહી હતી.

ઘરઆંગણે દીપમાળાઃ રાશિ ખન્ના અને સોનાક્ષી સિંહાએ દીવડાંથી ઘર આંગણે સજાવી ટ્રેડિશનલ ટ્રેસમાં ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા.

જીવનના નવા અધ્યાયનો આરંભઃ અનન્યા પાંડે હાલ આદિત્ય રોય કપૂર સાથેના સંબંધને લીધે ચર્ચામાં છે. જોકે આ વખતે અનન્યાને લઇને અપડેટ છે કે, તેણે મુંબઇમાં એક પોતાનું ઘર ખરીદ્યું છે. તેણે સોશયલ મીડિયા પર આ વાત અને ફોટો શેર કર્યા છે. ધનતેરસના દિવસે અનન્યાએ સોશયલ મીડિયા પર એક તસવીર શેર કરીને કેપ્શન લખ્યું હતું કે, ‘મારું પોતાનું નવું ઘર... નવી શરૂઆત માટે તમારા દરેકના પ્રેમ અને લાગણીની જરૂર છે. ધનતેરસની શુભકામનાઓ....’ અનન્યાએ શેર કરેલી પ્રથમ તસવીરમાં તે પીળા આઉટફિટમાં હાથ જોડેલી જોવા મળે છે. આ તસવીર પૂજા દરમિયાનની હોય એમ જણાય છે. જ્યારે અન્ય એક તસવીરમાં તે દરવાજા પાસે ગૃહપ્રવેશ પૂર્વે શ્રીફળ વધેરતી જોવા મળે છે.

સાડી, સજાવટ અને સ્મરણનું સાંનિધ્યઃ જ્હાન્વી કપૂરને માતા શ્રીદેવી પાસેથી વારસામાં એક્ટિંગ ઉપરાંત ભારતીય સંસ્કાર પણ મળ્યા છે. મંદિરમાં પરંપરાગત સાડીમાં દર્શન કરવાથી માંડીને દિવાળીની ઉજવણી સુધીના પ્રસંગોમાં જ્હાન્વીને પોતાની માતાની યાદ આવે છે. જ્હાન્વીને દિવાળીની ઉજવણીમાં પણ માતા સાથે નિકટતા અનુભવાય છે. જ્હાન્વીએ જણાવ્યું હતું કે, પૂજા માટે પરંપરાગત પટ્ટુ સાડી પહેરી હોય અને ઘરનું ડેકોરેશન કર્યું હોય ત્યારે માતા સાથે નિકટતા અનુભવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter