કિંગ ખાન શાહરુખ ખાને તાજેતરમાં પોતાની કરિયર અને મુંબઈ શહેરમાં ૨૫ વરસ પૂરા કર્યા એનો હરખ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. ૫૧ વર્ષના કિંગ ખાને કહ્યું હતું કે, આ શહેરે મને નવું જીવન આપ્યું છે. આ જ શહેરમાં ૨૫ વરસ પહેલા મેં કરિયર શરૂ કરી હતી. અભિનેતાને સાન ફ્રેન્સિસ્કો ફિલ્મ મહોત્સવમાં સમ્માનિત કરવામાં આવશે.
‘મુંબઇમાં અને મારી કારકિર્દીને ૨૫ વરસ પૂરા થયા છે. આ શહેરે મને નવું જીવન આપ્યું છે. મારા પ્રોડકશન બેનર રેડ ચિલિઝ એન્ટરટેઇનમેન્ટના ઉદ્ધાટન અવસરે પ્રથમ વખત યોગ્ય કામ કર્યાનો મને સંતોષ થયો હતો,'' તેમ શાહરુખ ખાને ટ્વિટ કર્યું હતું.
દિલ્હીના રહેવાસી શાહરુખ ખાને ૧૯૮૦ની ટચૂકડા પડદા પરની ફિલ્મ 'ફોઝી'થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૯૨માં 'દીવાના' ફિલ્મ સાથે બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત કરીને આજે બોલિવૂડના કિંગખાન તરીકે જાણીતો થયો છે.
'બાજીગર' ફિલ્મથી શાહરૂખની કારકિર્દીમાં નવો વળાંક આવી ગયો હતો. એ પછી તો અભિનેતાએ દિલવાલે દુલ્હનિયયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, યશ બોસ, દેવદાસ, કલ હો ના હો, ચક દે ઇન્ડિયા,, ચેન્નઇ એક્સપ્રેસ, અને ડિયર જિંદગી જ જેવી હિટ ફિલ્મો આપી.
શાહરુખે સાન ફ્રાન્સિસ્કો ફિલ્મમહોત્સવમાં સમ્માનિત કરવાની વાત વિશે જણાવ્યું હતું કે, હું આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છું. સાન ફ્રેન્સિસકો ૬૦મો આંતરરાષ્ટ્રીય ફિલમ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. જેમાં સમ્માનિત થવા પર અને મારા મિત્ર બ્રેટ રેટનરને મળવાની તકથી હું ઉત્સાહિત છું. આ શહેર સાથે મારી ઘણી યાદ જોડાયેલી છે,'' તેમ અભિનેતાએ ટ્વિટ કર્યુ હતું.