એક્શન ફિલ્મ

Monday 31st August 2015 08:23 EDT
 
 

તેનો મોટો પુત્ર ડેવિડ (અક્ષયકુમાર) એક સમયે સ્ટ્રીટ-ફાઇટમાં નિષ્ણાત હતો, પણ હવે તેણે એ બધી પ્રવૃત્તિને અલવિદા કરી છે અને તે સ્કૂલ શિક્ષણ બનીને પોતાની પત્ની જેની (જેક્વેલિન ફર્નાન્ડિઝ) અને દીકરી મારિયા સાથે રહે છે, જ્યારે નાના પુત્ર મોન્ટી (સિદ્ધાર્થ મલ્હોત્રા)ને એકલતા સતાવે છે, તે હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. તે સ્ટ્રીટ-ફાઇટમાં જાય છે, પણ દરેક વખતે હારીને પાછો આવે છે. ગારસનને પોતાનાં ભૂતકાળ પર ખૂબ જ અફસોસ છે, પણ ડેવિડ તેને સમજવા તૈયાર નથી અને મોન્ટી તેને સમજી શકે એવી સ્થિતિમાં નથી.

મોન્ટીને વ્યસન મુક્ત કરવા ગારસન પ્રયાસ કરે છે. એવામાં એક દિવસ ખબર પડે છે કે ભારતમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાવાની છે. આ સ્પર્ધા માટે ગારસન મોન્ટીને તૈયાર કરે છે, પણ સંજોગો ફરીથી બદલાય છે. ક્યારેય બોક્સિંગની રિન્ગમાં નહીં જવાનું નક્કી કરી લેનારા ડેવિડને ખબર પડે છે કે તેની પુત્રી પૂપૂને જીવલેણ બીમારી છે, જેમાંથી તેને બચાવવી હોય તો લાખો રૂપિયાની જરૂર હતી. પિતાને કારણે રિંગ છોડનારો ડેવિડ હવે પોતે જ પિતા હોવાથી રિંગમાં ઊતરવા તૈયાર થાય છે, પણ એ જ સમયે તેને ખબર પડે છે કે તેનો જ પિતા ગારસન મોન્ટીને પણ બોક્સિંગ માટે તૈયાર કરી રહ્યો છે. એકને પિતા તૈયાર કરે છે અને બીજા માટી દીકરીની મજબૂરી છે. કમનસીબી એ પણ છે કે બંનેમાંથી એક પણ ભાઈ એકબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. જોકે કુદરતે કંઈક જુદું જ નક્કી કર્યું છે. ભગવાન બંને ભાઈઓને બોક્સિંગની રિંગમાં આમને-સામને મૂકે છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

-------------------------

નિર્માતાઃ કરણ જોહર, હિરુ યશ જોહર

દિગ્દર્શકઃ કરણ મલ્હોત્રા

ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય

સંગીતકારઃ અજય ગોગાવલે-અતુલ ગોલવાલે

ગાયકઃ સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, વિશાલ દદલાણી, નીતિ મોહન, ચિન્મયી શ્રીપદા, મોહમ્મદ ઇરફાન વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter