રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે બોલિવૂડનું લોકપ્રિય કપલ છે. 17 નવેમ્બરે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રણવીર સિંહે બ્લેક પ્રિન્ટેડ હૂડી સાથે ગ્રીન જેકેટ પહેર્યું હતું તો દીપિકા પણ બ્લેક હૂડી સાથે લોંગ ગ્રે ઓવરકોટમાં જોવા મળી હતી. આ કપલ એકબીજાનો હાથ પકડીને એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે, 14 નવેમ્બરે રણવીર અને દીપિકા પાદુકોણે બ્રસેલ્સમાં તેમની પાંચમી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. રણવીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પત્ની દીપિકા સાથેનો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં રણવીર અને દીપિકા રોમેન્ટિક પોઝમાં જોવા મળ્યા હતા. રણવીરે કેપ્શનમાં પાંચમી વેડિંગ એનિવર્સરીનો નંબર ‘5’ લખીને અનંત નિશાની બનાવી છે. તેણે દીપિકા પાદુકોણેને ટેગ કરીને હાર્ટ ઈમોજિસ પણ મૂક્યા હતા. ઉલ્લેખનીય છે કે ‘કોફી વિથ કરણ’માં પોતાના લગ્ન પહેલાંના ડેટિંગ અંગે વાત કર્યા બાદ રણવીર અને દીપિકા બન્ને ટ્રોલિંગનો ભોગ બન્યા હતા.