એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ શારદા કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેતા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. દરમિયાન મિથુને એજન્સીને જણાવ્યું હતું કે શારદા જૂથ સાથે મારા માત્ર વ્યાવસાયિક સંબંધો હતા. ગ્રૂપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મને રૂ. બે કરોડ મળ્યા હતા તે પરત કરીશ. ગત સપ્તાહે કોલકાતામાં મિથુનની પૂછપરછ થઇ હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) અંતર્ગત તેમનું નિવેદન નોંધાયું હતું. ગત વર્ષે જૂનમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સીએ મુંબઈમાં મિથુનની પૂછપરછ કરી હતી.