પીઢ અભિનેત્રી શબાના આઝમી અત્યારે લંડનમાં બ્રિટિશ ટેલિવિઝન શો કેપિટલના શૂટિંગમાં વ્યસ્ત છે. બીબીસી વનના આ કાર્યક્રમનું દિગ્દર્શન યૂરોજ લિન કરે છે. ‘હેપ્પી વેલી’ અને ‘ડોક્ટર હુ’ નામના ખૂબ જ લોકપ્રિય ટીવી શો માટે તેઓ જાણીતાં છે. ‘કેપિટલ’ જોન લોન્ચેસ્ટર દ્વારા પ્રશંસા પામેલ અને બેસ્ટસેલર પુસ્તક કેપિટલ પર આધારિત હશે. પુસ્તકના શીર્ષક પરથી જ શોનું નામ રખાયું છે. શબાનાએ ટ્વિટ કર્યું છે કે, હું લંડનમાં કેપિટલ શો માટે બાફ્ટા એવોર્ડ માટે નામાંકિત ટોબી જોન્સ, એમ્મા જોન્સ અને આદિલ અખ્તર સાથે કામ કરું છું.’