સ્ટાર કિડના ગોડફાધર બનવાના લિસ્ટમાં સંજય લીલા ભણસાલીનો પણ સમાવેશ થાય છે. તેમની આ છાપને આગળ વધારતાં ભણસાલી હવે અભિનેત્રી પૂનમ ધિલ્લોનના પુત્ર અનમોલ ઠાકરિયાને લોન્ચ કરવાના છે. પહેલા આ ફિલ્મ માટે શાહિદ કપૂરનું નામ ફાઇનલ હતું, પણ કોઇ કારણોસર શાહિદ સાથે પ્રોજેક્ટ ફાઈનલ ન થતાં ભણસાલીએ અનમોલને તક આપવાનું વિચાર્યું છે. હાલ અનમોલ સંજય લીલા ભણસાલીની ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલે છે અને ફિલ્મનું નામ નક્કી નથી. આ ફિલ્મની હિરોઇન અંગે ફિલ્મસર્જક અનેક નામ પર વિચાર કરી રહ્યા છે, પરંતુ હજી કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.