સલમાન ખાન સાથે રૂપેરી પરદે રોમેન્ટિક ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી પદાર્પણ કરનાર અભિનેત્રી ભાગ્યશ્રીનો પુત્ર હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે. ભાગ્યશ્રીના પુત્રનું નામ અભિમન્યુ દાસાની છે અને તેની પહેલી ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’નું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલર રસપ્રદ હોવાનું ફિલ્મ વિશેષજ્ઞો જણાવે છે. ટ્રેલરમાં જોવા મળે છે કે અભિમન્યુએ એકશન અને ઇમોશનમાં સારો પ્રયત્ન કર્યો છે. હિરોઇન તરીકે ટીવી કલાકાર રાધિકા મદન છે. જે આ પહેલા ‘પટાખા’ નામની ફિલ્મમાં જોવા મળી હતી. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ૨૧ માર્ચે રિલીઝ થવાની છે ત્યારે બોક્સ ઓફિસ પર તેની ટક્કર અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી’ સાથે થશે.