બોલિવૂડની ચૂલબૂલી સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મમેકર બોની કપૂરની મોટી પુત્રી જ્હાનવી બોલિવૂડમાં ધીરે ધીરે તેના અભિનય થકી તો આગળ વધી જ રહી છે, પણ હાલમાં તે તેના માયાળુ સ્વભાવના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં એક ભૂખી બાળકીએ જ્હાનવી પાસે આવીને ખાવાનું માગ્યું હતું. તે સમયે જ્હાનવી તે બાળકીને પોતાની સાથે લઈ ગઈ અને બિસ્કિટનું પેકેટ અપાવ્યું હતું. તે બાળકી સાથે હતી તે સમયે તેણે મીડિયાને લાઇટ્સ અને કેમેરા બંધ કરી દેવાનું કહ્યું હતું. જ્હાનવીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જ્હાનવીના માયાળુ સ્વભાવ બદલ લોકો તેના વખાણ કરી રહ્યાં છે.