ભૂમિ પેડણેકર ‘ફેસ ઓફ એશિયા’થી સન્માનિત

Wednesday 09th October 2019 08:19 EDT
 
 

ફિલ્મ ‘દમ લગાકે હૈશા’માં મેદસ્વી યુવતીના પાત્રથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી ભૂમિ પેડણેકરે બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ સ્થાપી છે. તેણે ‘ટોયલેટઃ એક પ્રેમકથા’, ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મોમાં કામ કરીને દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ કોરિયામાં આયોજિત બુશાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભૂમિ પેડણેકરને ‘ફેસ ઓફ એશિયા’ એવોર્ડથી નવાજમાં આવી છે. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર ફોટો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા બદલ એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ કહ્યું કે, મને ખુશી છે કે, મારું કામ બુશાનમાં રહેલા મારા દર્શકો અને આલોચકોને પસંદ પડયું છે. આ મારી પહેલી આંતરરાષ્ટ્રીય જીત છે જેના પર મને ગર્વ છે. મને હંમેશાથી મહત્ત્વપૂર્ણ સામાજિક સંદેશો આપનારી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા રહી છે. અત્યાર સુધી મેં મારી આ ઇચ્છા અને પસંદગીને ઇમાનદારીથી નિભાવી છે. મને એવા સિનેમાનો હિસ્સો બનવું છે જેને ભવિષ્યમાં પણ યાદ કરવામાં આવે.
ભૂમિ હાલ તેની આવનારી ફિલ્મ ‘સાંઢ કી આંખ’ને લઇને ચર્ચામાં છે. આ ઉપરાંત તે ‘બાલાઃ પતિ-પત્ની ઔર વો’, ‘ભૂતઃ પાર્ટ વન’, ‘ધ હોન્ટેડ શિપ’, ‘ડોલી કીટી ઓર વો ચમકતે સિતારે’માં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter