વર્ષ ૨૦૦૩માં વિવેક ઓબેરોય અને ઐશ્વર્યા રાયની વધતી જતી દોસ્તીના કારણે સલમાન ખાન સાથે વિવેક ઓબેરોયને ભયંકર વિવાદ થયો હતો. આ ઘટનાને ૧૬ વરસ વીતી ગયા છતાં સલમાને વિવેક સાથે દુશ્મની તોડી નથી. જોકે વિવેક ઇચ્છે છે કે સલમાન સમાધાન કરી લે. વિવેક ઓબેરોયે દોઢ દાયકા પહેલાં એક મીડિયા મીટ બોલાવી હતી અને સલમાન ખાન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. એ પછી સલમાન વિવેકનો ચહેરો જોવા તૈયાર નહોતો. હવે વિવેક ઇચ્છે છે કે સલમાન તેને માફ કરી દે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં વિવેકને સવાલ કરાયો કે, સલમાન મળી જાય તો તેની પ્રતિક્રિયા કેવી હશે? તો તેના જવાબમાં વિવેકે કહ્યું કે, જો હું અને સલમાન આમનેસામને આવી જઇએ તો મારો પહેલો પ્રશ્ર તેને એ હશે કે શું તું માફી જેવી વાત પર વિશ્વાસ કરે છે?
સ્પષ્ટ છે કે ૧૬ વરસમાં વિવેકે પોતાના તરફથી ઘણી વખત આ આ તિરાડને સાંધવાની કોશિશ કરી છે, પરંતુ સલમાને તેમાં કોઇ રસ લીધો નથી. સલમાન આજ સુધી વિવેકની ભૂલને ભૂલી શક્યો નથી.