ભારતના રાજકારણમાં હલચલ મચાવનાર વિપક્ષી ગઠબંધન ‘ઇંડિયા’ની બેઠક માટે મુંબઇ પહોંચેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી રક્ષાબંધન પર્વે 30 ઓગસ્ટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને રાખડી બાંધી હતી. ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી બચ્ચન પરિવાર સાથે ઘનિષ્ઠ નાતો ધરાવે છે. ‘બિગ બી’ અને તેમના પરિવારને મળ્યા બાદ મમતાએ જણાવ્યું હતું કે, ‘આજે મેં અમિતજીને રાખડી બાંધી. આજે મોટો દિવસ છે.’