પૂર્વ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચને તેના તમામ પાત્રથી દર્શકોના દિલ જીત્યા છે. ઐશ્વર્યા રાય હવે તેના પ્રિય દિગ્દર્શક મણિરત્નમની નવી ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા જઈ રહી છે. આ ફિલ્મ તમિળ ભાષાની હશે અને હિન્દીમાં પણ ડબિંગ કરી રીલિઝ થશે. ફિલ્મનું નામ પોનીયમ સેલવન છે. આ ફિલ્મમાં ઐશ્વર્યાનું પાત્ર કયા પ્રકારનું નેગેટિવ હશે તે બહાર આવ્યું નથી. કદાજ રાજકીય નકારાત્મક પાત્ર હોઈ શકે છે. એવા પણ રિપોર્ટ છે કે ઐશ્વર્યા રાય બચ્ચનની હવે પછીની હિન્દી ફિલ્મ સંજય લીલા ભણશાલીની હશે. તે બન્નેની તાજેતરમાં ચેન્નાઈમાં મુલાકાત થઈ હતી. આ અગાઉ ઐશ્વર્યાએ ‘ખાખી’માં પણ ગ્રે શેડ કેરેક્ટર કર્યું હતું.