મને યશ ચોપરાએ પ્રેમ કરતાં શીખવ્યો: રેખા

Thursday 28th January 2016 06:14 EST
 
 

બોલિવૂડની એવરગ્રીન અભિનેત્રી રેખાને ૨૫મી જાન્યુઆરીના યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરાઈ હતી. આ એવોર્ડ યશજીના અવસાન બાદ શરૂ કરવામાં આવ્યો છે અને આ ત્રીજો એવોર્ડ છે. આ પૂર્વે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચને આ સન્માન મેળવ્યું છે.

આ પ્રસંગે રેખાએ જણાવ્યું હતું કે, યશજીની યાદમાં મેળવેલું આ સમ્માન પામીને હું ધન્ય બની ગઇ છું. યશજી જ હતા જેમણે મને પ્રેમ કરતા શીખવ્યો હતો. હું ભાગ્યશાળી છું કે મને એમની ઉત્તમ ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. આ સાથે હું એટલું જ કહેવા માગુ છું કે પડદો હજી પડયો નથી. આ મારા જીવનનો સૌથી ઉત્તમ સમય છે અને હજી ઘણું કરવાનું બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter