મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી અને વિકી ગોસ્વામીને સાંકળતા કરોડોના ડ્રગ્સ કેસ મામલે થાણે પોલીસના ડ્રગ્સ વિરોધી વિભાગના સહાયક પોલીસ આયુક્ત ભરત શળકે અને તેના અધિકારીઓએ વિકી ગોસ્વામીની વડોદરામાં રહેતી બહેન રીટા અને તેના પુત્ર દિગ્વિજનયની ૪થી ૫ જુલાઈના રોજ પૂછપરછ કરી હતી.
પોલીસને રીટાના બેન્ક એકાઉન્ટ મમતા કુલકર્ણી દ્વારા રૂ. બે કરોડ જમા કરાવ્યા હોવાની માહિતી મળી હતી. આથી આ અંગે રીટાની પૂછપરછ કરવા માટે પોલીસે રીટને સમન્સ મોકલ્યા હતા. સોમવાર અને મંગળવારના રીટાની અનેક બાબતો અંગે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેણે તમામ પ્રશ્નોના ગોલગોળ જવાબ આપ્યા હતા. મમતાએ તેને શા માટે રૂ. બે કરોડ આપ્યા તે સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, ‘મમતા મારી ખાસ બહેનપણી છે. મેં મમતા પાસે રૂ. બે કરોડની માગ કરી હતી. મારો જમીન ખરીદી-વેચાણ કરવાનો વ્યવસાય છે. એટલે મેં આ વ્યવ