અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ 51 વર્ષની મલાઈકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફેશન સ્ટાઈલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહ્યાનું કહેવાય છે. બંનેએ દિલ્હીમાં એ.પી. ઢિલ્લોનના કોન્સર્ટમાં સાથે હાજરી આપી હતી. તે પછી બંનેએ એક રોમાન્ટિક સેલ્ફી પણ શેર કરી હતી. હાલ, બંનેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. બંનેનો આ ફોટો સામે આવતા જ મલાઇકાના નવા રિલેશન અંગે ચર્ચાઓ તેજ થઈ છે. જોકે, રાહુલ અને મલાઈકાએ આ ચર્ચા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
મલાઈકાએ અરબાઝ સાથે છૂટાછેડા બાદ અર્જુન કપૂર સાથે ડેટિંગ શરૂ કર્યું હતું. જોકે, તેની સાથે બ્રેક અપ બાદ હવે તે રાહુલ વિજય સાથે દેખાઈ રહી છે. ગયાં સપ્તાહે પણ બંને એક ડિનર પર સાથે દેખાયાં હતાં. મલાઈકા તેના આ નવા સંબંધને છૂપાવવા કોઈ પ્રયાસ પણ કરતી નથી. તે સોશિયલ મીડિયા પર બિન્દાસ્ત રાહુલ વિજય સાથેની તસવીરો શેર કરી રહી છે. રાહુલે પહેલાં આ તસવીર શેર કરી હતી. પછી મલાઈકાએ પણ તેને રીશેર કરી હતી. જણાવી દઈએ કે, આ અગાઉ અર્જુન કપૂર મલાઈકા સાથેના તેના બ્રેક અપને કન્ફર્મ કરી ચૂક્યો છે. તેણે ‘સિંઘમ અગેઈન’ના પ્રમોશન વખતે જાહેરમાં કહ્યું હતું કે પોતે હાલ સિંગલ છે.