અભિનેત્રી મલ્લિકા શેરાવત પર પેરિસમાં તેના અપાર્ટમેન્ટ બહાર કેટલાક બુકાનીધારીઓએ હુમલો કરી તેના ચહેરા પર આંસુ ગેસનો મારો કર્યો હતો, પરંતુ મલ્લિકા આ અચાનક થયેલા હુમલામાં બચી ગઇ છે. તેને કોઈ ઈજા થઇ નથી. આ ઘટના ૧૧મી નવેમ્બરે બની હતી. મલ્લિકા શેરાવત પર આ હુમલો એ જ જગ્યાએ અને વિસ્તારમાં થયો છે જ્યાં અમેરિકન રિયાલિટી હોટ સ્ટાર કિમ કાર્દિશનને બંદૂક દેખાડીને લૂંટી લેવામાં આવી હતી.
એક મેગેઝિને તેમજ વેબસાઇટે આ ઘટનાના ઉલ્લેખ સાથે કહ્યું છે કે, મલ્લિકા પોતાના મિત્ર સાથે પેરિસના એક ફલેટમાં આવી રહી હતી. એપાર્ટમેન્ટમાં જતાં પહેલા તેના પર અચાનક પાછળથી કોઇ અજ્ઞાત માણસોએ હુમલો કર્યો હતો. દરેકના ચહેરા પર માસ્ક હોવાથી મલ્લિકા આ કોઈની ઓળખ કરી શકી નહોતી.
મલ્લિકા અને તેના મિત્ર પર ટીયર ગેસના શેલ છોડયા બાદ હુમલો કરનાર માણસો ભાગી ગયા હતા. આ વ્યકિતઓનો હેતુ શું હતો તેની તપાસ પોલીસ કરી રહી છે. ફ્રાન્સના પર્યટક સ્થાળ તરીકે જાણીતા પેરિસમાં સિતારાઓ પર થતાં હુમલાની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે.