પોતાની અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રભાવિત થઇ છે. આથી જ કદાચ તે રાજકારણમાં આવવાનું વિચારે છે. મલ્લિકા કહે છે કે, તેને રાજકારણમાં પ્રવેશવા સામે કોઇ વાંધો નથી. જો યોગ્ય મંચ મળશે તો તે ચોક્કસ રાજકીય કારકિર્દી પણ શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના રાજકારણમાં ભૂંકપ લાવનારા ભંવરીદેવી પ્રકરણ આધારિત ‘ધ ડર્ટી પોલિટિક્સ’ નામની ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં તે ભંવરીદેવીની ભૂમિકા ભજવી રહી છે. શેરાવતે કહ્યું કે, તે મોદીના કામથી પ્રભાવિત છે અને તેઓ વડા પ્રધાન તરીકે ઘણું સારું કામ કરી રહ્યા છે.