મલ્હાર ઠાકર અને પૂજા એક થયા...

Saturday 07th December 2024 04:14 EST
 
 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને જાણીતી અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધને બંધાઈ ગયા. 26 નવેમ્બરે લગ્નવિધિ બાદ બન્નેએ લગ્નપ્રસંગની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતુંઃ ‘ફ્રોમ આઈ એન્ડ મી, વી બિકેમ અસ, એન્ડ વી લિવ્ડ હેપ્પિલી એવર આફ્ટર...’ લગ્ન પહેલાંની મહેંદીરસમ હોય કે હલ્દીની રસમ હોય કે જાન, દરેક પ્રસંગ ગુજરાતી ફિલ્મી દુનિયાના મેળાવડા સમાન હતો. અનેક ફિલ્મી હસ્તોએ આ લગ્ન મન ભરીને માણ્યા હતા અને સોશિયલ મીડિયામાં ફોટો અને વીડિયો સતત પોસ્ટ થતાં રહ્યાં હતાં. સંગીતસંધ્યામાં જાણીતા કલાકારો ઓસમાણ મીર અને આમીર મીરે લોકગીતો, ગરબા, ફિલ્મી અને સૂફી ગીતોની રમઝટ બોલાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter