લંડનના મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં વધુ એક બોલિવૂડ કલાકારનું પૂતળું મુકાશે. જોકે આ વ્યક્તિ બ્રિટિશ ઇન્ડિયન છે. નાજુક કેટરિના કૈફનું પૂતળાનું ૨૭ માર્ચે અનાવરણ થશે. બોલીવૂડના અન્ય કલાકારોના આ મ્યુઝિયમમાં મુકાયેલા મીણના પૂતળા તથા કેટરીના કૈફના પૂતળા વચ્ચે તફાવત એ છે કે અન્ય પૂતળા કંઇક અદામાં ઊભા છે. જ્યારે કેટરીનાનું પૂતળું નૃત્ય કરતી મુદ્રામાં છે. જે ભારતીય લોકનૃત્ય જેવી અદા દેખાય છે. ચર્ચા એવી પણ થઇ રહી છે કે તેના લોકપ્રિય આઇટમ ગીતો ‘શીલા કી જવાની’ અથવા ‘ચિકની ચમેલી’ વખતની તેની મુદ્રા જેવું પૂતળું બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, કરીના કપૂર તથા ઋત્વિક રોશન જેવા સિતારાના પૂતળા અહીં મુકાયેલા છે.