રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પ્રેમમાં છે અને લગ્ન કરવા ઇચ્છે છે તે જગજાહેર છે. રણબીર આલિયા સાથેના સંબંધમાં ગંભીર છે અને તે હવે જલદી જ પોતાના સંબંધને વધુ ગાઢ કરવા માગે છે. તેથી રણબીર કપૂરે રીતરિવાજ અનુસાર આલિયાના પિતા મહેશ ભટ્ટ પાસે આલિયા સાથે પરણવાની મંજૂરી માગી છે. રણબીર અને આલિયા ૨૦૨૦ સુધીમાં લગ્ન કરી લે તેવી પૂરેપૂરી શક્યતા છે. રણબીરે મહેશ ભટ્ટ સાથે વાતચીત પણ કરી છે અને આલિયા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. કહેવાય છે કે, રણબીર મહેશ ભટ્ટ પાસે આલિયા સાથે લગ્નની મંજૂરી માગતી વખતે ભાવુક થઇ ગયો હતો.
મહેશ ભટ્ટે પણ આ સંબંધને પાકો ગણાવીને લગ્નની મંજૂરી આપી દીધી છે. રણબીરના પિતા રિશી કપૂર હાલ ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લઇ રહ્યા છે. હવે તે જલદી જ મુંબઇ પાછો ફરવાનો છે. આ બાદ બંને પરિવાર રણબીર-આલિયાના લગ્ન કરવા ઇચ્છે છે. હવે બંને પરિવાર ક્યારે તેમના સંતાનોનાં લગ્નની ઘોષણા કરે છે તે જોવું રહ્યું.