દીપિકા પદુકોણે પુત્રીના જન્મ પછી કામ પરથી બ્રેક લીધો છે. આ બ્રેક દરમિયાન તેણે 13 ડિસેમ્બરે બેંગ્લૂરુ ખાતે દિલજીત દોસાંઝની કોન્સર્ટ એટેન્ડ કરી. જેમાં દિલજીતે દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી અને મંચ પર બંને સાથે જોવા પણ મળ્યા. દિલજીતના ગીતોની દિવાની દીપિકા મંચ પર ઝૂમતી નજરે ચઢી હતી.
દિલજીત પહેલાં તો દીપિકાની બ્રાન્ડ પ્રોડક્ટ હાથમાં રાખીને દર્શકોને પૂછતા રહ્યા કે, ‘જાણો છો આ બ્રાન્ડ કોની છે?’ તો દર્શકો દીપિકાનું નામ લેવા લાગ્યા. તે પછી દિલજીતે કહ્યું કે તેઓ તેનો જ ઉપયોગ કરે છે. મારી સુંદરતાનું આ રહસ્ય છે. તે પછી દિલજીતે દીપિકાને મંચ પર બોલાવી. દીપિકા મંચ પર આવતાં બંને દિલજીતના ‘લવર...’ ગીત પર પરફોર્મ કરવા લાગ્યા. દિલજીતે ફરી કહ્યું કે, ‘આપણે દીપિકાને મોટા પરદા પર જોઈ છે. પોતાની મહેનતથી બોલિવૂડમાં સ્થાન બનાવ્યું છે. મને તેની વાતનું ગૌરવ છે.’
દિલજીતે તે ઈવેન્ટનો વીડિયો શેર કરીને લખ્યું કે, ‘ક્વીન દીપિકા પદુકોણ, દુલલુભિનાતી ટૂટ ઈન બેંગ્લુરુ...’ દીપિકાએ વળતી કોમેન્ટ કરતાં લખ્યું હતુંઃ ‘આવા સંભારણા બદલ આભાર.’ ઉલ્લેખનીય છે કે દીપિકા છેલ્લે ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળી હતી. હાલમાં પુત્રી જન્મતા બ્રેક લીધેલો છે. દીપિકા-રણવીરસિંહ આ વર્ષે 8 સપ્ટેમ્બરે પુત્રીના માતા-પિતા બન્યા છે.