માત્ર રૂ. 500 માટે શાહિદ-કરીનાનો અંગત ફોટો લીક કરાયો હતો

Sunday 29th October 2023 09:52 EDT
 
 

બોલિવૂડના એક સમયના લવબર્ડ્ઝ શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડી ફેન્સમાં ખૂબ લોકપ્રિય બની હતી. ફિલ્મોમાં પ્રવેશનાં થોડાં જ સમય બાદ શાહિદ સાથે કરીનાનું નામ જોડાયું હતું. બંનેની ફિલ્મ ‘જબ વી મેટ’ બોક્સ ઓફિસ પર સુપરહીટ થઈ હતી. ફિલ્મની સફ્ળતાની સાથે સાથે જ બંનેના લવ અફેર્સની ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. જોકે આ દરમિયાન બંનેની અંગત પળોની એક તસવીર લીક થતાં જ મોટો હોબાળો સર્જાયો હતો. વાત 2004ની સાલની છે, જ્યારે એક નાઈટ ક્લબમાં બંનેની અંગત પળો માણતી એક તસવીરને કોઈએ લીક કરી દીધી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર રૂ. 500ની નજીવી રકમ માટે કોઈએ બંને પ્રેમીપંખીડાઓની આ તસવીર જાહેર કરી દીધી હતી. જેને કારણે શાહિદ અને કરીના બંનેને મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડયું હતું. ઈન્ટરવ્યૂમાં શાહિદે આ ઘટનાને યાદ કરતાં પોતાનું દુઃખ વાગોળતા જણાવ્યું હતું કે તે વખતે મને એવું લાગ્યું હતું કે બસ હવે મારી કારકિર્દી પૂરી થઇ ગઇ. તે વખતે હું માત્ર 24 વર્ષનો હતો. મને લાગ્યું કે આ રીતે કોઇની મંજૂરી વગર તેની અંગત બાબતો કોઇ એવી રીતે દુનિયા સમક્ષ જાહેર કરી શકે. હું કંઇ કરી શકું એવી સ્થિતીમાં જ નહોતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter