આદિત્ય પંચોલીના પિતાએ મુંબઈના જૂહુ સ્થિત એક બંગલાને વર્ષ ૧૯૬૦માં ફક્ત રૂ. ૧૫૦માં ભાડે લીધો હતો. વર્ષ ૧૯૭૭માં મકાન માલિકે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો કે, આદિત્ય પંચોલીએ છેલ્લા આઠ મહિનાનું ભાડુ ચૂકવ્યું નથી અને આ ભાડુ ત્યારે માત્ર રૂ. ૧,૩૮૪ થયું હતું તે ચૂકવીને બંગલો ખાલી કરે. આદિત્ય ભાડુ ચૂકવવા અને બંગલો ખાલી કરવા રાજી નહોતો અને તેણે સ્થાનિક કોર્ટ અને મુંબઈ હાઇ કોર્ટની મદદ માગી હતી. જોકે બંને કોર્ટમાં પંચોલી કેસ હારી ગયો હતો. ત્યાર પછી તેણે સુપ્રીમમાં આ બંગલો ખાલી ન કરવા અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પંચોલીને બાકી રહેતી રકમ બે અઠવાડિયામાં ભરપાઈ કરવાની અને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધીમાં મકાન ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ૬ નવેમ્બરે આ કેસના ચુકાદાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીની આર્થિક ક્ષમતા છે કે તેઓ મુંબઈમાં ક્યાંય પણ રહેઠાણ ખરીદી શકે તેથી અન્યની મિલકત પર નજર રાખવાનું તેમનું વર્તન યોગ્ય નથી.’