વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની યાત્રા દરમિયાન ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ તેમના માનમાં એક ગ્રાન્ડ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં આમંત્રિત ખાસ મહેમાનોમાં પ્રસિદ્ધ અભિનેતા આર. માધવનનો પણ સમાવેશ થતો હતો. માધવને હવે આ બંને વૈશ્વિક નેતાઓ સાથેના ફોટો અને પ્રસંગની યાદગાર પળોને પોતાના ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં માધવન્ ડાઇનિંગ ટેબલ પર બંને નેતાઓ વચ્ચે ઉભા રહીને વડા પ્રધાન સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કરતો નજરે ચડે છે તો અન્ય ફોટોમાં મેક્રોં પોતે ત્રણેયના ફોટોને યાદગાર બનાવવા માટે સેલ્ફી લેતા નજરે ચડે છે.