મુંબઈઃ ભાજપ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક તરીકે ધકધક ગર્લ માધુરીને મેદાને ઉતારી શકે છે. ભાજપ માધુરી દીક્ષિતને પૂણેની બેઠક પરથી મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યો હોવાની પક્ષના જ સૂત્રોમાં ચર્ચા છે. પક્ષ પ્રમુખ અમિત શાહ જૂનમાં જ મુંબઈમાં માધુરીને તેના નિવાસે મળ્યા હતા. ત્યારે શાહ ‘સંપર્ક પોર સમર્થન’ અભિયાન હેઠળ મુંબઈ ગયા હતા અને માધુરીને મળી મોદી સરદારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. મહારાષ્ટ્રના ભાજપના એક વરિષ્ઠ નેતાએ તાજેતરમાં જણાવ્યું કે માધુરીનું નામ પૂણે લોકસભા માટે પસંદ કરાયું છે. સાથે પક્ષ ઘણી બેઠકો પર ઉમેદવારોનાં નામો નક્કી કરવાની પ્રક્રિયામાં છે.
ભાજપે પૂણે સર કર્યું
૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે પૂણેની લોકસભા બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી. તેમાં પક્ષના ઉમેદવાર અનિલ શિરોલેએ ૩ લાખથી પણ વધુ મતોથી જીત મેળવી હતી.
મહારાષ્ટ્રમાં ગુજરાત મોડલ
માધુરીને ચૂંટણી લડાવવા અંગે નેતાએ કહ્યું કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ્યારે પ્રથમ વખત મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારે આ પ્રકારના ઉપાયો અપનાવ્યા હતા. તેમણે સ્થાનિક ચૂંટણીઓમાં તમામ ઉમેદવારોને બદલી દીધા હતા.