કોમેડિયન કપિલ શર્માએ દીકરી અનાયરા સાથેની તસવીર તાજેતરમાં પહેલી વખત ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. થોડા દિવસ પહેલાં કપિલ શર્મા હાથમાં નવજાત બાળક સાથે ફરતો હોય અને કપિલને તેની માતા બર્થડે કેક ખવડાવતી હોય તેવી તસવીરો વાઈરલ થઈ હતી. તે પછી કપિલની દીકરી અંગે સોશિયલ મીડિયામાં ઘણી પૃચ્છા અને ઉત્સુકતા દેખાઈ હતી. હવે ખુદ કપિલ શર્માએ જ દીકરી સાથે તસવીરો શેર કરી છે. કપિલે લખ્યું છે, ‘મારા દિલના ટુકડા અનાયરાને મળો.’ ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને ગિન્ની ચત્રથનાં લગ્નની પહેલી વર્ષગાંઠ ૧૨મી ડિસેમ્બરે હતી તેના બે દિવસ અગાઉ ૧૦મી ડિસેમ્બરે અનાયરાનો જન્મ થયો હતો. ૧૦મીએ પરોઢિયે ૩ વાગ્યે ટ્વિટ કરીને કપિલે લખ્યું હતું કે, દીકરી મેળવીને હું ધન્ય થયો છું. તમારા સૌના આશીર્વાદની અપેક્ષા છે. સૌને પ્રેમ. જય માતા દી.