ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી વર્ષ ૨૦૦૮માં હિન્દી ફિલ્મોમાં પ્રવેશેલી અનુષ્કાએ ‘જબ તક હૈ જાન’માં શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. હવે આ જોડી ઇમ્તિયાઝ અલીની ‘ધ રિંગ’ સાથે મોટા પડદે ફરી જાદુ કરવાની છે. આ ફિલ્મની વાત કરતાં અનુષ્કાએ તાજેતરમાં કહ્યું હતું કે, શાહરુખ સાથે આ મારી ત્રીજી ફિલ્મ હશે. મારે શાહરુખ સાથે ખાસ સંબંધ છે, કારણ કે તે મારો પહેલો હીરો હતો. શાહરુખ સાથે કામ કરવાનું મને ગમે છે. ઇમ્તિયાઝ સાથે કામ કરવાની મને લાંબા સમયથી ઇચ્છા હતી. ઇમ્તિયાઝની ‘જબ વી મેટ’ મારી ફેવરિટ ફિલ્મ છે અને એ ફિલ્મ જોઈને મને અભિનેત્રી બનવાની પ્રેરણા મળી હતી. તમારા ફેવરિટ ડિરેક્ટર સાથે કામ કરવાની વાત ખૂબ જ રોમાંચક હોય છે. અમારી આગામી ફિલ્મ લવસ્ટોરી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે