સલમાનખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ જણાવ્યું છે કે નાનપણમાં તેનું પણ શારીરિક શોષણ થયું હતું. સોમી અલી અંદાજે આઠ વર્ષ સુધી સલમાન સાથે ગાઢ સંપર્કમાં હતી. તેમના સંબંધો લગ્ન સુધી પહોંચી ગયા હતા. જોકે સલમાનની દારૂ પીવાની ટેવથી કંટાળીને સોમીએ પોતના સંબંધો તોડ્યા હતા. સોમી અલીએ પીછી ‘નો મોર ટિયર્સ’ નામની સંસ્થા શરૂ કરી હતી. તાજેતરમાં આ સંસ્થાના યોજાયેલા એક કાર્યક્રમમાં સોમી અલીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, ‘હું જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે મારા ઘરના નોકર દ્વારા મારું જાતીય શોષણ થયું હતું. જ્યારે હું હાઈસ્કૂલ અને યુનિવર્સિટીમાં ચર્ચા કરવા જઉં છું ત્યારે હું આ વાત જણાવું છું. હું માનું છું કે મારો અંગત અનુભવ વહેંચવાથી અન્ય લોકોને પ્રેરણા મળશે.’