સ્વ. અભિનેત્રી શ્રીદેવી અને અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ મિ. ઇન્ડિયાની રિમેક માટે નિર્માતા બોની કપૂર કહે છે કે ‘મિ. ઇન્ડિયા’ની રિમેક બનાવવી એ પડકારજનક અને મોટી જવાબદારી સમાન છે. આ ફિલ્મ માટે કેટલાક આઇડિયાઝ તેમના ધ્યાનમાં હોવાની વાત જણાવતાં બોની કપૂરે કહ્યું છે કે, ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ની રિમેક બનાવવા માટે તૈયાર છીએ, પણ તે પડકારજનક રહેશે. આ ફિલ્મ માટે હાલમાં કોઈ ટાઇમલાઇન પણ નિશ્ચિત નથી. મારી જિંદગીમાં હું ચોક્કસ આ ફિલ્મ બનાવીશ. આ ફિલ્મ માટે મારા દિમાગમાં પણ કેટલાક આઇડિયાઝ છે. એના વિશે હજી વિચારી રહ્યા છીએ. જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ સારી તૈયાર થવી જરૂરી છે. નહીં તો ટાઇમલાઇનનો કોઈ અર્થ નથી. બોનીએ કહ્યું કે, જૂની ફિલ્મની રિમેક બનાવવી સરળ છે, પરંતુ ‘મિ. ઇન્ડિયા’ જેવી આઇકોનિક ફિલ્મની રિમેક બનાવવી અઘરી છે.