મુંબઈઃ બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં પોલીસે મિથુનની પત્ની યોગીતા બાલી અને મહાઅક્ષય વિરુદ્ધ છેતરપિંડી અને સહમતી વિના ગર્ભપાત કરાવાના આરોપમાં રિપોર્ટ નોંધવવા માટે આદેશ આપ્યો છે. ભોજપુરી ફિલ્મોમાં કામ કરનારી એક અભિનેત્રી આરોપ લગાવ્યો હતો કે મિથુનના પુત્ર મહાઅક્ષયે તેની સાથે એપ્રિલ ૨૦૧૫માં શારીરિક સંબંધ બાંધ્યા હતા, જ્યારે તે કામ માટે તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારબાદ મહાઅક્ષય અને પીડિતા સંપર્કમાં હતા અને આ દરમિયાન પીડિતા ગર્ભવતી બની તો મહાઅક્ષયે તેને ગર્ભપાતની ગોળીઓ આપી અને એમ કહીને ગર્ભપાત કરાવ્યો કે તેનાથી કરીયર પર અસર પડશે. પરંતુ લગ્નના વાયદાઓ આપવામાં આવી રહ્યા હતા.
આ દરમિયાન મહાઅક્ષયની માતા અને મિથુનની પત્ની યોગીતા બાલીએ પીડિતાને ઘણી વખત ફોન કરી ધમકાવતા કહ્યું તે જાણતી નથી તેનો રૂતબો શું છે? પીડિતાએ પોતાની ફરીયાદની સાથે ફોન પર થયેલી વાતચીતના અંશ અને બંને વચ્ચે થયેલા મેસેજ કોર્ટમાં રજૂ કર્યા, ત્યારબાદ કોર્ટે પોલીસને આદેશ આપ્યા કે આ મામલે ફરીયાદ દાખલ કરી તપાસ કરવામાં આવે.