પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીનો નાનો પુત્ર નામાશી બોલિવૂડમાં પદાર્પણ કરવાનો છે. મિથુનનો મોટો પુત્ર મિમોહ ઉર્ફે મહાક્ષયે થોડાં વર્ષ પૂર્વે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો ખરો, પરંતુ તેની ફિલ્મ `હોન્ટેડ' દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ પુરવાર થઈ હતી. મિથુનદા જેવા દેખાતા નામાશીને ‘મુલ્ક’ અને ‘રાવન’ના દિગ્દર્શક અનુભવ સિંહાએ પોતાની આગામી ફિલ્મ ‘આર્ટિકલ ૧૫’ માટે સાઇન કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પહેલાં જ શરૂ થઈ ચૂક્યું છે. તેમાં આયુષ્યમાન ખુરાના પોલીસ અધિકારીનો રોલ ભજવે છે. જ્યારે ફિલ્મના અન્ય કલાકારોમાં ઇશા તલવાર, મનોજ પાહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમ્મદ અયુબનો સમાવેશ થાય છે.