મિલિન્દ સોમણને ‘આયર્ન મેન’નું બિરુદ

Saturday 25th July 2015 04:28 EDT
 
 

છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાંથી ગાયબ રહેલા અભિનેતા-મોડલ મિલિદ સોમણે એક મોટી સફળતા મેળવી છે. પોતાની ફિટનેસ માટે જાણીતા ૫૦ વર્ષીય મિલિંદ સોમણ ૧૯ જુલાઈએ સ્વિત્ઝર્લેન્ડના જ્યુરિચમાં યોજાયેલી ટ્રાયથ્લોન સ્પર્ધામાં વિજેતા થયા છે. આ સ્પર્ધામાં સાત ભારતીય સહિત ૨૦૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આયર્ન મેનનું આ ટાઇટલ જીતવા માટે આ ટ્રાયથ્લોન સ્પર્ધા ૧૬ કલાકમાં પૂરી કરવાની હોય છે. જેમાં ૩.૮ કિલોમીટર તરણ, ૧૮૦ કિલોમીટર સાઇકલિંગ અને ૪૨.૨ કિ.મી. દોડવાનું હોય છે. આવી અતિ વિકટ સ્પર્ધામાં મિલિંદ સોમણ વિજેતા બન્યાં છે. આ સન્માન મેળવનાર મિલિંદ સોમણે કહ્યું હતું કે, આ સ્પર્ધા માટે ઘણી તૈયાર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter