આ ફિલ્મની વાર્તા રઘુરામ રાઠૌડ (ઈમરાન હાશ્મી)ની છે. તે એક આતંકવાદ વિરોધી દળનો સભ્ય છે. એક દિવસ જ્યારે રઘુરામ વિવિધ પ્રકારના પ્રયોગ કરનારી એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં પહોંચે ત્યારે તેને એક દવા ખવડાવામાં આવે છે. ત્યારબાદ તેનું મોત તો થતું નથી પણ તે દુનિયાની નજરે અદૃશ્ય થઈ જાય છે. અદૃશ્ય થયા બાદ રઘુને નવું નામ ‘મિસ્ટર એક્સ’ મળે છે. આ ફિલ્મમાં બે સંવાદ મહત્વપૂર્ણ છે, જેનાથી આગળની વાર્તાને સમજી શકાય છે. એક, ‘મૈં મરા નહીં હું..કોઈ ઔર વજહ હૈ, જીસકે લિયે મેં અબ ભી જીંદા હું’ અને બીજો ‘મૈં વો રઘુરામ રાઠૌર નહીં હું, જો કાનૂન કે દાયરે મેં રહકર ના ઈન્સાફી બર્દાશ્ત કરેગા..મૈં વો મિસ્ટર એક્સ હું, જો કાનૂન કો તોડકર ઈન્સાફ કરેગા’. હવે રઘુરામનું મૃત્યુ કેમ નથી થયું તે જાણવા ‘મિસ્ટર એક્સ’ જોવી રહી.
------------------------------
નિર્માતાઃ મુકેશ ભટ્ટ
દિગ્દર્શકઃ વિક્રમ ભટ્ટ
ગાયકઃ મહેશ ભટ્ટ, અંકિત તિવારી, મિલી નાયર, નીતિ મોહન, અરિજિત સિંહ, પલક મુચ્છલ
ગીતકારઃ રશ્મિ સિંહ, મોહનિશ રઝા, અભેન્દ્રકુમાર ઉપાધ્યાય, મુનોજ મુન્તાશીર
સંગીતકારઃ અંકિત તિવારી, જીત ગાંગુલી