મુગ્ધા ગોડસેએ તાજેતરમાં એક ફોટો વેબસાઇટ દ્વારા રાહુલ દેવ સાથેના તેના ગાઢ સંબંધને જાહેર કર્યો છે. મુગ્ધા કહે છે કે, રાહુલ દેવ માટે તેના દિલમાં ખાસ લાગણીઓ છે. રાહુલ સાથે કામ કરવું ગમી રહ્યું છે. ૩૩ વર્ષીય મુગ્ધા માને છે કે અત્યારે લગ્ન વિશે કંઇપણ કહેવું ખૂબ જ વહેલું ગણાશે.
તેમનો સંબંધ મિત્રતાથી પણ વધુ છે. લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થયેલા હોય છે પરંતુ અત્યારે તે રાહુલ સાથે ખૂબ જ ખુશ છે. ગત સપ્તાહે જ મુગ્ધાએ ૪૭ વર્ષીય રાહુલનો જન્મદિન કેટલાક સ્વજનો સાથે હોટેલમાં ઉજવ્યો હતો અને તેની તસવીરો સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ પર વહેતી મૂકી હતી. રાહુલ દેવે સની લીયોન સાથે ‘એક પહેલી લીલા’ અને ‘દસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. રાહુલ અને મુગ્ધા એક અનામી ફિલ્મ સાથે કરી રહ્યાં છે. મુગ્ધાની નવી ફિલ્મોની યાદીમાં બેજુર્બાં ઇશ્ક, કાગજ કે ફૂલ અને એક તમીલ ફિલ્મ થાની ઓરુવન છે.