અભિનેત્રી સની લિયોની હવે હોરર કોમેડી ફિલ્મ ‘કોકાકોલા’માં દેખાશે. ફિલ્મમાં તે મેકઅપ વગર એક્ટિંગ કરશે. આ સાથે સાથે તે ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા માટે ભોજપુરી ભાષા પણ શીખી રહી છે. સોશિયલ મીડિયા પર સની લિયોનીના કેટલાક ફોટો પણ નજરે આવ્યા છે. જેમાં ફિલ્મના સેટ પર સની લિયોની કોઈ પણ મેકઅપ વગર સાદી સાડીમાં નજરે પડી રહી હોય છે. ‘કોકાકોલા’ ફિલ્મનું શૂટિંગ હાલમાં નોયડામાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં સની લિયોની ઉપરાંત મંદાના કરીમી પણ કામ કરી રહી છે. ફિલ્મમાં સની લિયોની સાથે કેટલાંક નવા કલાકારોને લેવામાં આવ્યા છે.