બેયર ગ્રિલ્સ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જિમ કોર્બેટ પાર્કમાં એડવેન્ચર કરતા જોવા મળ્યા હતા. આ શો બારમી ઓગસ્ટે ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયો હતો. ‘મેન વર્સિસ વાઇલ્ડ’ દેશમાં જ નહીં પણ વિદેશોના ટીવી પર પણ સ્પેશિયલ એપિસોડ તરીકે લોકોએ જોયો હતો. આ શો વિશ્વમાં સૌથી વધારે જોવાયેલો શો બની ગયો છે. બેયર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘મેન વર્સિસ વાઇલ્ડ’નો એપિસોડ સત્તાવાર રીતે વિશ્વનો સૌથી ટ્રેડિંગ ટેલિવિઝન ઇવેન્ટ રહ્યો છે. ૩.૬ બિલિયન લોકોએ આ એપિસોડને ડિસ્કવરી ચેનલ પર જોયો છે.