ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ભારતના પાંચસો શહેરોમાં મેન્સ્ટ્રુએશન વિશે જાગૃતિ ફેલાવવા માટે મેરેથનનું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષયકુમાર લખનઉ મેરેથનમાં ભાગ લેશે. અક્ષયકુમારે મેન્સ્ટ્રુએશન પર બનાવેલી ફિલ્મ ‘પેડમેન’માં કામ કર્યું હતું. આ વિશે અક્ષયકુમારે કહ્યું કે, ‘મેં જ્યારે ‘પેડમેન’ ફિલ્મ બનાવી હતી ત્યારે મેં એવી આશા રાખી હતી કે આ ફિલ્મને કારણે લોકો વાત કરતા થશે.
જોકે એક વર્ષ બાદ હું ગર્વથી કહી શકું છું કે આ મૂવમેન્ટને ખૂબ જ મોટા પાયા પર લોકોએ શરૂ કરી છે. એથી જ હું ફરી એ વિશે વધુ જાગૃતિ ફેલાવવા માટે આ મેરેથનમાં ભાગ લઈ રહ્યો છું.