પોર્ન સ્ટારથી હિન્દી ફિલ્મોની અભિનેત્રી બનેલી સની લિયોને પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઈ અન્ય મોંઘી અભિનેત્રીઓની સાથે પોતાની સરખામણી કરી રહી છે. સની પોતાની નવી ફિલ્મ ‘એક પહેલી લીલા’ના પ્રચાર-પ્રસારમાં અત્યારે વ્યસ્ત છે અને તેના ગીત અને ટ્રેલર ખૂબ જ જાણીતા થયા છે જેના કારણે તેને પોતાની ફી વધારવાનો વિચાર કરે છે. સૂત્રો કહે છે કે ફિલ્મ ‘મસ્તી’ સિરીઝના નિર્માતા ગ્રાન્ડ મસ્તી રિટનર્સમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ સાથે સનીને લેવા અંગે વિચાર કરી રહ્યા હતા પરંતુ સનીએ ત્રણ કરોડ ફી માંગતા નિર્માતાએ સનીનો વિચાર પડતો મૂક્યો હતો.