વિતેલા જમાનાના ચરિત્ર અભિનેતા મોહન ભંડારીનું બ્રેઈન ટ્યુમરને લીધે ૨૫ સપ્ટેમ્બરે મુંબઇમાં મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ આ બીમારીથી પીડાઈ રહ્યા હતા. તેમના પુત્ર અને અભિનેતા ધ્રુવ ભંડારીએ થોડા મહિના અગાઉ મીડિયાને પિતાની બીમારી વિશે જણાવ્યું હતું. ૧૯૮૦ના દસકામાં તેમણે ટીવી પડદે લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ખાનદાન, કર્ઝ, પરંપરા, જીવનમૃત્યુ, પતઝડ, ગુમરાહ, મિલે સૂર મેરા તુમ્હારા જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. ભંડારીએ આમિર ખાન સાથે મંગલ પાંડે ધ રાઇઝિંગ, શાહરુખ ખાન સાથે પહેલી અને નંદિતા દાસ સાથે બવંડર જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.