યુનાઇટેડ નેશન્સ દ્વારા અનુપમ ખેરને લૈંગિક સમાનતા અંગે સંયુક્ત રાષ્ટ્રના અભિયાન માટે દૂત બનાવવામાં આવ્યા છે. મહિલાઓ અને યુવતીઓ વિરૂદ્ધ અસમાનતાની સામે લડત આપવા પુરૂષો અને યુવકોને આગળ આવવાનું આહ્વાન કરવા ફિલ્મ ‘સારાંશ’ના ૬૦ વર્ષીય અભિનેતા વૈશ્વિક સંસ્થા સાથે જોડાયા છે.
‘યુએન વુમન’ના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લક્ષ્મી પુરીએ તાજેતરમાં એક સમારંભમાં ખેરને ‘હી ફોર શી’ અભિયાનના દૂત જાહેર કર્યા હતા. અનુપમ ખેરે કહ્યું હતું, ‘સૌથી મહત્ત્વની વાત એ છે કે આની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવાની છે. આપણને ખ્યાલ હોવો જોઈએ કે દીકરી સાથે કેવો વ્યવહાર કરવો.’