દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રિલ્સના નવા શો ‘ઈન ટુ ધ વાઈલ્ડ વિથ બેયર ગ્રિલ્સ’થી ટેલિવિઝન ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. આ શો ડિસ્કવરી પર રિલીઝ થશે. રજનીકાંતે શો માટે તાજેતરમાં શૂટિંગ પણ કર્યું હતું. એ પછી બેયર ગ્રિલ્સે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરવા સાથે શૂટિંગ દરમિયાનના ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે.
બેયરે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં લખ્યું છે કે, વડા પ્રધાન મોદી સાથેના એપિસોડ બાદ સુપરસ્ટાર રજનીકાંત અમારા શોથી ટીવી પર ડેબ્યુ કરી રહ્યા છે. બ્રેયરે એવું પણ લખ્યું હતું કે, તેઓ ઘાયલ થયા નથી. તેઓ બહાદુર છે અને તેમણે હાર ન માની. ડિસ્કવરી ચેનલ પર ટેલિકાસ્ટ થનારા આ શોનું શૂટિંગ કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં કરાયું હતું. કહેવાય છે કે જાન્યુઆરીમાં અક્ષય પણ શૂટિંગ કરી શકે છે.